UPSC EPFO Recruitment 2023: ઓફિસર પદ માટે નિકળી બંપર ભરતી, તમામ વિગતો ખાસ જાણો...નહીં તો પસ્તાશો
UPSCમાં એનફોપર્સમેન્ટ ઓફિસર અને આસિસ્ટન્ટ કમિશનરના પદ માટે ભરતી નીકળી છે. આ ભરતી મિનિસ્ટ્રી ઓફ લેબર અને એમ્પલોયમેન્ટ હેઠળ આવતા એમ્લોય્સ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગનાઈઝેશન માટે નીકળી છે.
UPSCમાં એનફોપર્સમેન્ટ ઓફિસર અને આસિસ્ટન્ટ કમિશનરના પદ માટે ભરતી નીકળી છે. આ ભરતી મિનિસ્ટ્રી ઓફ લેબર અને એમ્પલોયમેન્ટ હેઠળ આવતા એમ્લોય્સ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગનાઈઝેશન માટે નીકળી છે. કેન્ડિડેટ્સ જે આ પદ માટે યોગ્યતા ધરાવે છે, તેઓ એપ્લીકેશન લિંક એક્ટિવ થતાં અપ્લાઈ કરી શકે છે. ઉમેદવારી પત્ર ભરવાની હજુ શરૂઆત થઈ નથી. ફોર્મ ભરવાની તારીખ 25 ફેબ્રુઆરી છે. અને અંતિમ તારીખ 17 માર્ચ છે.
આ વેબસાઈટ પર ભરો ફોર્મ
એપ્લીકેશન લિંક એક્ટિવ થવા બાદ ઉમેદવાર upsconline.nic.in પર જઈને ફોર્મ ભરી શકો છો.
આ જગ્યાઓ માટે પસંદગી પરીક્ષા દ્વારા કરવામાં આવશે. પરીક્ષાની તારીખ હજુ સુધી ક્લિયર કરવામાં નથી આવી, ન તો એડમિટ કાર્ડ બહાર પાડવાની તારીખ જાહેર કરવામાં આવી છે. બંને તારીખો ટૂંક સમયમાં જાહેર થશે. નવી અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટ તપાસતા રહો.
કેન્સર અને HIV બંને જીવલેણ બીમારીઓ સામે આ વ્યક્તિએ જીતી જંગ
આ 2 કપલ દરરોજ બદલે છે પાર્ટનર, એક-બીજાની પત્ની સાથે સૂવાનો Video પણ શેર કર્યો
દુનિયા પર આ 5 અબજોપતિ મહિલાઓનો છે દબદબો, બિઝનેસમાં એમના નામનો ચાલે છે સિક્કો
આટલી ફી ચૂકવવી પડશે
આ પોસ્ટ માટે અરજી કરવા માટે, જનરલ, OBC, EWS કેટેગરીના ઉમેદવારોએ 25 રૂપિયાની ફી ચૂકવવી પડશે. જ્યારે SC, ST, PWD અને મહિલા ઉમેદવારોએ ફ્રીમાં પરીક્ષા આપી શકશે.
અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 18થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. APFC શ્રેણી માટે વય મર્યાદા 35 વર્ષ નક્કી કરવામાં આવી છે.
કેવી રીતે થશે પસંદગી
આ પોસ્ટ માટે અરજી કરવા માટે, ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવો આવશ્યક છે. જ્યાં સુધી પસંદગીનો સંબંધ છે, તે પરીક્ષાના ઘણા તબક્કા પસાર કર્યા પછી થશે. પહેલા લેખિત કસોટી પછી ઈન્ટરવ્યુ પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે મેડિકલ ટેસ્ટ થશે. તમામ તબક્કાઓ પાર પાડનાર ઉમેદવારોની પસંદગી અંતિમ ગણાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube